ચોઘડિયાં - ઉદ્વેગ

હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પરંતુ એક દોષને દુર કરવો મુશ્કેલ છે. બસ જેટલા દોષ દૂર કરતા જઇશું, એટલા જ આપણે મહાનતા તરફ આગળ વધતા જઇયે છીએ.

કહેવા અને સમજવા જેવું

  1. તમારી તકલીફ બધા લોકો આગળ ના કહેશો કારણ કે બધાનાં ઘરે મલમ નથી હોતો પણ મીઠું દરેક ના ઘર માં અવશ્ય હોય જ છે.
  2. પગ ભીના કર્યા વગર સમુદ્રને પાર કરી શકાયપરંતુ આંખો ભીની કર્યા વગર જિંદગીને પાર કરવી શક્ય જ નથી.
  3. જીવન એ સૌથી મોટી શાળા છે કેમ કે તમને કયારેય ખબર પડતી નથી કે તમે ક્યા વર્ગમાં છો, અને  હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.
  4. વું વિચારીને નારાજ ના થતાં કે કામ મારું અને નામ બીજાનું કારણ કે સદીઓથી (ઘી) અને (વાટ) બળે છેપણ લોકો એવું જ કહે છે કે (દિવો) બળે છે.
  5. ક્યાં અને કેટલા વળાંકો આવશે એ કોને ખબરહજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે.
  6. લખનારાઓ બધું જાણતા નથીજાણનારાઓ બધું લખતા નથીવાંચનારાઓ બધું સમજતા નથીઅને સમજનારાઓ બધું વાંચતા નથી, બસ એ જ તો જિંદગીનું ગણિત છે.
  7. ઉંમર પ્રમાણે ત્વચાની કરચલી ચલાવી લેવી, પણ વિચારોને તો ઈસ્ત્રી દરરોજ કરવી.
  8. હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો, પણ લાવને આજે જ જાણી લઉં મતલબ જિંદગી જીવવાનો.
  9. એક વાત જિંદગી માંથી શીખવાની છે જો પોતાનાથી નજીક રહેવું હોય તો મૌન રહેવુંઅને જો પોતાનાને નજીક લાવવા હોય તો મનમાં ન લેવું.
  10. રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી.
  11. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.
  12. બહુ ભીનુ થવું નહીં કારણકે નીચોવનારા તૈયાર બેઠા છે.
  13.  જીવનની સાચી મજા તો ભોળા લોકો જ લે છે, બાકી લુચ્ચાઓને તો બોલવા માટે પણ પ્લાન કરવો પડે છે.
  14. સમડીની ઉડવાની ઝડપ જોઇને ચકલી ક્યારેય ડિપ્રેશનમાં આવતી નથી.
  15. અરીસો છે આ જિંદગી દોસ્ત, તુ હસ જિંદગી પણ હસવા લાગશે, હજારો સપના તૂટી જાય ને ત્યારે તેને જીવંત કરવા માટે બે જ વ્યક્તિ છે એ છે  મા અને બાપ
  16. આપણે બાળપણમાં પરચુરણ લઈને ચોકલેટ ખાવા જતા હતા અને હવે પરચુરણ ના લીધે ચોકલેટ ખાવી પડે છે.
  17. પીઠ હંમેશા મજબૂત રાખવી, કેમ કે શાબાશી અને દગો પીઠ પાછળ જ મળે.
  18. માણસ એક જ કારણથી એકલો થાય છે, પોતાનાને છોડવા માટે પારકાની સલાહ લે છે ત્યારે.
  19. મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ.
  20. માણસ વેચાય છે,પણ કેટલો સસ્તો કે મોંઘો ? તેની કિંમત "મજબૂરી" નક્કી કરે છે.
  21. અદભુત છે ને "દિવસ" બદલાય છે. ને એ પણ "અડધી રાતે".
  22. જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, રવિવાર અને શનિવારની વચ્ચે જીવાઈ જાય છે.
  23. એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર,ગોપીઓ પણ નહિ આવે રાસ વગર, જગતમાં બધાને રામ બનવું છે પણ... વનવાસ વગર.
  24. એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું, જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય તો, તે છે પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો.
  25. આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય.
  26. બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે.
  27. છાંયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી,રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી.
  28. રૂપથી અંજાયો નથી હું સ્નેહ થી ભીંજાયો છું. તું ક્હે પીછો છોડકેમ કહું હું પડછાયો છું.
  29. કડવી ગોળીને ગળવાની હોય ચગળવાની ન હોય, વેદનાને તો વિસરવાની હોય વાગોળવાની ન હોય.
  30. પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે, પાસબુકને બેલેન્સથી અને શ્વાસબુકને સત્કર્મોથી.

Copyright 2023. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.