ચોઘડિયાં - રોગ

किरण चाहे सूर्य की हो या आशा की जीवन के सभी अंधकार को मिटा देती हैं

મકરસંક્રાંતિ/ઉત્તરાયણ

મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ માથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગોની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે. બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. રાત્રે મોડે સુધી પેટોમક્ષના અજવાળે કે ભરે વોલ્ટેજના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . એમાંય વળી ઉતરાયણની આગલીરાતે તો શેહેરોમાં આખી રાતનું " પતંગ બજાર" ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં અથવા ધાબે-છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા પણ નથી ! ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલસાંકળી કે તલના લાડુ બનાવી રાખે છે. સાથે બોર,જામફળ અને  શેરડી તો ખરી જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીન ઠંડીની પરવા કર્યાં વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધનો મંગલ પ્રારંભ કરી દે છે તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ...કાટા... એ...કાટી... બૂમો પાડવાનો આનંદ લૂંટે  છે. આ નવા વાતાવરણમાં તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે.

હિંદુ તહેવારોમાં મકરસંક્રાતિનું અલગ જ મહત્વ રહેલું છે. દર વર્ષે આપણે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાતિ અથવા કહીએ તો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરીએ છીએ. સૂર્ય ત્યારે ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય આ દિવસે ઉત્તરાયણ તરફ ગતિ કરે છે. આથી તેને ઉત્તરાયણ પણ કહે છે. અહીં આપણે એ સમજીએ કે શું છે હિંદુ ધર્મમાં મકરસંક્રાતિનું શા માટે છે આટલું મહત્વ.
મકરસંક્રાંતિ


બીજું નામ

માઘમેલા,માઘી, ભોગાલી,સંક્રાતિ,પોંગલ,બિહૂના અને લોહડી


ઉજવવામાં આવે છે

હિંદુ અને અન્ય લોકો


પ્રકાર

ધાર્મિક અને સાંસ્કૃતિક


મહત્વ

લણણી,સંક્રાત અને સૂર્યપૂજા


ઉજવણી

પતંગ ઉડાવવી,મેળાઓ,સૂર્ય પૂજા,ઉજવણી,નૃત્ય,જમણવારો અને સામાજીક મેળાવડા


તારીખ

૧૪ જાન્યુઆરી અથવા ૧૫ જાન્યુઆરી(હિંદુ પંચાંગ પ્રમાણે બદલાય છે)

 

મકરસંક્રાંતિ એ ભારતનો તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના બદલે ૧૫ જાન્યુઆરીના દિવસે હતી.
 આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ અથવા ૨૨ ડીસેમ્બરે થાય છે.મકરસંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે,આથી મકરસંક્રાતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકરસંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
પરંપરા,અનુષ્ઠાનો અને દાન-પૂણ્યનું વિશેષ મહત્વ
 મકરસંક્રાતિના દિવસે જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ શુભ સમય મનાય છે. મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય,પરિવર્તનનો,જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે ધાન્યની અને તલની મિઠાઇઓ ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં,બાજરી કે જુવાર તેની ખીચડી બનાવવામાં આવે છે. બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડી ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહમણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે.
 માન્યતા છે કે મકરસંક્રાતિના દિવસે કરવામાં આવેલું દાન સોગણુ બનીને પાછુ મળે છે. તેથી આ દિવસે ભગવાન સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ પૂજન કરી ઘી,તલ,ધાબળો અને ખિચડીનુ દાન કરવામાં આવે છે. આ દિવસે ગંગા કિનારે દાન કરવાનું વિશેષ મહિમા રહેલો છે. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ-પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.
આનંદ અને વિવિધ- પકવાનોની લિજ્જત માણવી પતંગનો તહેવાર મકરસંક્રાંતિ ઉજવણી
 મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા સુંદરવસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "એ...કાપ્યો છે...!" "એ....કાટ્ટા....!" "એ...લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબજ ખાય અને ખવડાવે છે.
 ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પોતાની કલાનું પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો તો  રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ ની સાથે'ફાનસ'(કાગળનો દિવો) બાંધીને ઉડાડે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
 વિવિધ પ્રાંતો અને માન્યતાઓ અનુસાર ઉત્તરાયણના પર્વ પર વિવિધ પકવાન બનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં ઉત્તરાયણના દિવસે દાળ અને ચોખામાંથી બનેલી ખિચડી મુખ્ય આકર્ષણ બની રહે છે. ખાસ કરીને ગોળ અને ઘી સાથે ખિચડી ખાવાનું વિશેષ મહત્વ છે.
 તે સિવાય મકરસંક્રાતિના પર્વમા તલ અને ગુડના સેવનનું પણ મહત્વ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને તલના તેલથી સ્નાન કરવામાં આવે છે. આ ઉપરાંત તલ અને ગોળના લાડૂ અને અન્ય વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ઉપરાંત એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે. બિહાર,ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દહી-તલના પકવાન ખવડાવવાનો રિવાજ છે.
તહેવાર એક, ઉજવણીની રીત અનેક  ક્ષેત્રીય વિવિધતા
 આપણા દેશમાં રાષ્ટ્રીય,સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવારઓ વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહીએ શકીએ કેમ કે સમાજના નાના ,મોટા,આબાલવૃદ્ધ,સ્ત્રી અને પુરૂષ,શ્રીમંત અને ગરીબ,હિંદુ અને મુસલમાન,ખ્રિસ્તી અને પારસી,જૈન અને શીખ,શેઠ અને નોકર તમામને માટે આ તહેવારનું પોતપોતાની રીતી આગવું મહત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાતિ ના નામે ઓળખે છે. સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી મકરસંક્રાતિ આ નામ પડ્યું છે ગમે તેમ હોય પણ આ તહેવારની અનોખી અદા છે.
 ભારતના અલગ અલગ પ્રદેશોમાં ઉત્તરાયણના પર્વને વિવિધ રીતે ઉજવવામાં આવે છે. દરેક પ્રાંતમાં તેને વિવિધ નામ અને માન્યતા સાથે ઉજવવામાં આવે છે. સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે. આંધ્રપ્રદેશમાં તેલુગુ  કેરળ અને કર્નાટકમાં સંક્રાન્થી તેને માત્ર સંક્રાતિ કહેવામાં આવે છે. તમિલનાડુમાં તેને પોંગલ તરિકે ઉજવવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં આ દિવસે નવા પાકનું સ્વાગત કરવામાં આવે છે અને સંક્રાતિથી એક દિવસ પહેલા લોહડી અથવા લોહળી તરીકે ઉજવવામાં આવે છે. આસામમાં ભોગાલી બિહુના રૂપે આ પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કેમ મકરસંક્રાતિના દિવસે ગંગા,યમુના અને સરસ્વતીના ત્રિવેણીસંગમ પ્રયાગમાં દેવી-દેવતાઓ પોતાના સ્વરૂપને બદલીને સ્નાન કરવા આવતા હોય છે. તેથી માન્યતા છે કે આ દિવસે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તમામ કષ્ટોથી મુક્તિ મળે છે.
ઉતર ભારતમાં
૧. હિમાચલ પ્રદેશ - લોહડી અથવા લોહળી
૨. પંજાબ - લોહડી અથવા લોહળી
પૂર્વ ભારતમાં
૩. બિહાર - સંક્રાંતિ
૪. આસામ - ભોગાલી બિહુ
૫. પશ્ચિમ બંગાળ,ઓરિસ્સા - મકરસંક્રાંતિ
પશ્ચિમ ભારતમાં
૬. ગુજરાત અને રાજસ્થાન - મકરસંક્રાંતિ
૭. મહારાષ્ટ્ર - संक्रान्त,સંક્રાન્ત
દક્ષિણ ભારતમાં
૮. આંધ્રપ્રદેશ - તેલુગુ
૯. તામિલનાડુ - પોંગલ
૧૦. કર્ણાટક - સંક્રાન્થી
ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ
૧. નેપાળમાં
૨. થારૂ લોકો - માઘી
૩. અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ
૪. થાઇલેન્ડ - સોંગ્ક્રાન
૫. લાઓસ - પિ મા લાઓ
૬. મ્યાનમાર – થિંગયાન
સુક્ષ્મ અર્થ
 મકરસંક્રાંતિનાં દિવસથી સૂર્યદેવ પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્યદેવ પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે. જે  એક,અદ્વૈત,સ્વયં પ્રકાશમાન,શાનદાર દૈવત્વ,આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને (સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.
મેળાઓ
 મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ આયોજન છે, ખુબજ વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કુંભ મેળો છે. જે દર ૧૨ વર્ષે હરિદ્વાર,પ્રયાગ,ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે,ત્યાં યોજાય છે.
કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.
પૂરાણમાં ઉત્તરાયણ કેટલીય પૌરાણિક કથાઓ
 પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસેથી કલ્યાણ થાય તથા અમંગળ,દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.
 આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો સંહાર કરી લાંબા સમયથી દેવતાઓ અને રાક્ષસો વચ્ચેના યુદ્ધ ને સમાપ્તિ કરવાની ઘોષણા કરી હતી. સાથે રાક્ષસોના માથાને મંદાર પર્વતમા દબાવી દીધા હતા. આ રીતે આ દિવસને બુરાઇ પર નકારાત્મકતાના વિજયનો દિવસ પણ માનવામાં આવે છે.
 કથા અનુસાર ગંગાજીને ધરતી પર લાવનાર રાજા ભગીરથે પોતાના પૂર્વજો માટે મકરસંક્રાતિના દિવસે જ તર્પણ કર્યું હતું. મકરસંક્રાતિના દિવસે જ ગંગાજી રાજા ભગીરથની પાછળ-પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઇને સાગરમાં જઇને ભળી ગયા હતા.
 યશોદાજીએ જ્યારે કૃષ્ણ જન્મ માટે વ્રત કર્યું હતું ત્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ થઇ રહ્યા હતા. અને તે દિવસે મકરસંક્રાતિ હતી. માનવામાં આવે છે કે ત્યારથી મકરસંક્રાતિ વ્રત પ્રચલનમાં આવી.
 મહાભારતમાં પણ આ દિવસનું મહત્વ દર્શાવાયું છે. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. ભીષ્મ પિતામહે મકરસંક્રાતિના દિવસે પ્રાણ ત્યાગ કર્યો હતો અને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. આ પહેલા તેઓ બાણ શૈયા પર કષ્ટ સહન કરતા ઉત્તરાયણના પાવન દિવસની પ્રતિક્ષા કરી રહ્યા હતા.
 એવી પણ માન્યતા છે કે દક્ષિણાયન અંધકારની અવધિ છે.તેથી આ દિવસે મૃત્યુ થવા પર મુક્તિ નથી મળતી,જ્યારે આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. તેથી ભીષ્મ પિતામહે શરીર ત્યાગ કરવા માટે આ દિવસને ઉચિત માન્યો હતો. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
 અન્ય એક માન્યતા એ પણ છે કે આ દિવસે ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા માટે સ્વય તેમના ઘરે જતા હોય છે. જો કે શનિદેવ મકર રાશિના સ્વામી છે તેથી આ દિવસે મકર સંક્રાતિના નામથી ઓળખવામાં આવે છે.
પતંગના આનંદમાં થતું દૂ:ખ
 આનંદના અતિરેકમાં કેટલાક બાળકો ધાબા-છાપરા પર થઈ ભોંય પટકાય છે ગંભીર રીતે ઘવાય છે ને કોઈ કોઈ તો જાન પણ ગુમાવે છે ત્યારે એ કુંટુંબ પૂરતા આ તહેવાર ગોઝારો બની જાય છે.
 પતંગ ચગાવવામાં કોઈને વાંધો નથી ન હોવો જોઈ પરંતુ અત્યરાની અસહ્ય મોંઘવારી પતંગદોરીના ભાવ આસમાને ચડ્યા છે. ત્યારે ખરીદેમાં થોડું કાપ મૂકીઈ જરૂરી છે. કપાયેલો પતંગના કે દોરી પકડવાનો લોભ જતો કરી એ તો થાય. પણ પાવલીના પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણા લાખ રૂપિયાનો જાન ગુમાવીએ.
એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખી તો ઉતરાયણ ઉજવીએ...
|| અસ્તુ || ૐ શાંતિ.... શાંતિ.... શાંતિ.... ||
|| જય શ્રી સ્વામિનારાયણ ||


Copyright 2023. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.